બાજરો (બાજરી) પૌષ્ટિક, સ્વાદિષ્ટ અને સજાગ ખાદ્ય અનાજ
બાજરો (બાજરી )એ એક એવું ધાન્ય છે કે જે મોટે ભાગે ભારત દેશ માં બધેજ લેવાતો ખોરાક છે બાજરો બિલકુલ સાદો ખોરક છે. બાજરો વિવિધ રીતે લઈ શકાય છે . બાજરા ની એક ખાસિય છે કે તેમાં તેલ ના ઉપિયોગ વગર ખાઈ શકાય છે . તે કાચો પણ લેવામાં આવે તો શરીર ને નુકશાન નથી કરતો જેમ કે પેટમાં દુખાવા થવો અપચો થવો વગેર વગેર ….
બાજરા માં અન્ય અનાજ કરતાં ઘણી બધી એનર્જી ધરાવે છે, તેના રોટલા બનાવી દેશી ગાય નું શુદ્ધ ઘી સાથે સેવન કરવાં આવે તો શરીર ને શક્તિશાળી મજબૂત અને ઉત્તમ બને છે .
બાજરો એક પ્રાચીન અનાજ છે જે પૌષ્ટિકતાથી ભરપૂર છે અને તેની ઉંચી ફાઇબર, પ્રોટીન અને વિટામિન્સની ગુણવત્તા માટે જાણીતો છે. તમારા સ્વાસ્થ્યને ઉત્તમ બનાવવા માટે આ બહુવિધ ઉપયોગી અનાજ તમારા ખોરાકમાં સામેલ કરો.
મુખ્ય લક્ષણો :
● શ્રેષ્ઠ પૌષ્ટિકતાથી અને એનર્જી થી ભરપૂર : બાજરોમાં ફાઇબર, પ્રોટીન, આયર્ન ,કેલ્શિયમ અને વિટામિન B-કોમ્પ્લેક્સ જેવા તત્ત્વો છે, જે પાચનશક્તિમાં સુધારાવે છે અને ઊર્જા પૂરી પાડે છે.
● ગુટન-ફ્રી : તે કૃત્રિમ રસાયણોથી મુક્ત છે, અને તેને ગુટન-ફ્રી ખોરાક તરીકે ઓળખવામાં આવે છે, જે તેને પેટ માટે આરામદાયક બનાવે છે.
● રોગ અને સ્વાથ્ય માં ફાયદા કારક : હૃદય અને શુગર નિયંત્રણ માટે લાભકારી બાજરો આર્થરાઇટ, દમ,ગઠિયા, અસ્થમાં,ઓસ્ટિયોપોરોસીસ નામના રોગ માં મદદ રૂપ છે, લોહીનું શુદ્ધિકરણ અને શુગર લેવલને સુધારવા માટે એક ઉત્તમ વિકલ્પ માનવામાં આવે છે. હાડકાં મજબૂત રાખે છે, અમેનોએસિડ અને પ્રોટીન સ્તર જાળવી રાખે છે, બાજરા એ ટ્રીપ્ટોફન એમીનો એસિડ ધરાવે છે જેના લીધે ઓછી ભૂખ લાગે છે આથી વજન ઘટાડવા પણ મદદ રૂપ છે . બાજરા માં મેગ્નેશયમ ના કારણે તણાવ, માઈગ્રેન માથા માં થતા દુખાવા માં લાભ દાયક છે . બાજરા માં ફાઈબર ભરપૂર પ્રમાણ ના લીધે ગેસ,કબજિયા,એસિડિટી દૂર કરી પાચન ક્રિયા સુધારે છે.
● ગર્ભવતી મહિલાઑ માટે ઉપિયોગી : ગર્ભવતી શ્રી ઑ માટે કેલ્શિયમ અને આયર્ન ખામી દૂર કરે છે જે ડિલિવરી માં થતાં દર્દ કે દુખાવા માં રાહત આપે છે સાથે સાથે દૂધ ની માત્ર માં વધારો કરે છે .
● બહુવિધ ઉપયોગ : તમે તેને રોટલો, રાબ, કુલેર, જેરિયો, મૂઠિયાં, વડા, થેપલા અને અન્ય વાનગીઓમાં સરળતાથી વાપરી શકો છો.